કૃષિ માહિતી

માયએગ્રિગુરુ - ખેડૂતો માટે ડિજિટલ પ્લૅટફૉર્મ છે, જે કૃષિ-સમાજમાં સુગ્રથિત કાર્યતંત્રનું સર્જન કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્લૅટફૉર્મ, દેશવ્યાપી ખેડૂતો તથા કૃષિ-નિષ્ણાતોને સાંકળે છે અને તેમને વિચારો, નવકલ્પનાઓ અને માહિતીનું આદાનપ્રદાન કરવાની સગવડ પૂરી પાડે છે - એ રીતે એક સાચી, વિશ્વસનીય ઇકૉ-સિસ્ટમનું સર્જન કરે છે. માયએગ્રિગુરુ ખેડૂતો માટે ભારતનું આવું તટસ્થ પ્લૅટફૉર્મ છે. વધુ સારી તથા નાવિન્યસભર ખેતીવાડી કરવા સાથે તેમની આવક વધારવા માટેની ખેડૂતોની યાત્રામાં સાથ દેવાનો માયએગ્રિગુરુ પ્લૅટફૉર્મનો ઉદ્દેશ્ય છે.

આ નિમ્નાનુસાર માહિતી તથા સેવાઓ પ્રસ્તુત કરે છેઃ

ફસલોઃ કાર્યપદ્ધતિઓ, રક્ષણાત્મક ઉપાયો, સાફલ્ય કથાઓ તથા મુખ્ય ફસલો પર નવી ટેક્નોલૉજીઓ અંગે વિગતવાર માહિતી.
કૃષિ-ચર્ચાઓઃ ચર્ચાઓઃ ભારતવ્યાપી કૃષકો અને કૃષિ-નિષ્ણાતો માટે ખુલ્લો ચર્ચા મંચ.
બજાર ભાવોઃ ભારતભરની એપીએમસી બજારોની કિંમતો એક જ ક્લિક માત્રથી, દરરોજ સુધારિત કરવામાં આવે છે.
આબોહવાની આગાહીઃ ભારતમાં 6,31,000 સ્થળો માટે 5-દિવસીય આબોહવા આગાહી. ડૅટા-પોઇન્ટ્સ ઉપરાંત, સચિત્ર, વર્ણનાત્મક આબોહવાની આગાહી પૂરી પાડે છે.
વિશેષઃ કૃષિસંબંધિત અદ્યતન ઘટનાઓ તથા નવીન જાણકારીઓ.