જમીનની તૈયારી કરવાથી, લણણી પછી સુધીનાં યંત્રીકરણ નિરાકરણો મહિન્દ્રા પ્રસ્તુત કરે છે, જે કૃષિ કામગીરીના પ્રત્યેક તબક્કે શ્રેષ્ઠ પૂર્તિ કરવા દરેક ખેડૂતની આવશ્યકતાઓ પર ધ્યાન આપે છે. ચડિયાતી ટેક્નોલૉજીથી નિર્મિત મહિન્દ્રાનાં ટ્રૅક્ટરોની શ્રેણી સાથે શ્રેષ્ઠપણે કમ કરવા માટે આ ઓજારોની રચના કરવામાં આવી છે. જ્યારે મહિન્દ્રા ટ્રૅક્ટરોની સાથે વાપરવામાં આવે ત્યારે, આ ઓજારો અધિક, બહુ ઝડપથી અને વધુ સારું કામ પ્રસ્તુત કરે છે.

ખેડૂતોને તેમના પાક, જમીનના પ્રકાર અને મહિન્દ્રા ટ્રૅક્ટર માટે શ્રેષ્ઠપણે યોગ્ય ઉપયુક્ત ઓજાર પસંદ કરવામાં મદદ માટે, એક 3 ચરણની સરળ પ્રક્રિયા ઘડવામાં આવી છે. નીચે જણાવેલા દરેક વિકલ્પોમાંથી વ્યક્તિએ અપેક્ષિત વિકલ્પ પસંદ કરવાનો રહે છે :
ચરણ 1 : પાક પસંદ કરો
ચરણ 2 : માટીનો પ્રકાર પસંદ કરો, અને
ચરણ 3 : ટ્રૅક્ટરનો HP પસંદ કરો

કરવામાં આવેલી પસંદગીઓના આધારે, ખેતીના પ્રત્યેક તબક્કા માટે ઉપયુક્ત ઓજારોની સૂચિ પ્રદર્શિત થશે.

વૈકલ્પિક રીતે, અમારી પાસેથી ઉપલબ્ધ કોઈ વિશેષ ઓજાર પર માહિતી માટે વ્યક્તિ ઓજાર વિભાગની પણ મુલાકાત લઈ શકે છે.