મહિન્દ્રા સમૃદ્ધિ એગ્રી એવૉર્ડ્સ

Mahindra Samriddhi India Agri Awards trophy

મહિન્દ્રા સમૃદ્ધિ ઇન્ડિયા કૃષિ પુરસ્કારો એ અગ્રણીઓને માન્યતા આપે છે, જેમણે ભારતીય કૃષિ ક્ષેત્રમાં ઉદ્દેશ્યપૂર્ણ ફાળો નોંધાવ્યો છે. મહિન્દ્રા સમૃદ્ધિ ઇન્ડિયા પુરસ્કાર 2015 સમારંભ 24 ફેબ્રુઆરી 2015ના રોજ દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

ઉત્પત્તિ

અભિનવ કૃષિ ટેક્નોલૉજીના માધ્યમથી ફાર્મ ટેક સમૃદ્ધિ પ્રસ્તુત કરવા મહિન્દ્રા કૃષિ ઉપકરણ ક્ષેત્ર અંગે દૂરદર્ષિતા ધરાવે છે, પરિણામ સ્વરૂપે ઉત્પાદકતા તથા ગ્રામીણ સમૃદ્ધિમાં વધારો થયો છે.

આ કેન્દ્ર એક વન સ્ટૉપ કિસાન ઇન્ટરફૅસ છે, જે ખેડૂતોને જ્ઞાન, નવી કૃષિ પદ્ધતિ અને વાણિજ્યિક સમાધાન આપે છે.

મહિન્દ્રા સમૃદ્ધિ ભારતીય ખેતરોમાં કૃષિ ઉત્પાદકતા વધારવા અને ખેડૂતોમાં સમૃદ્ધિ આણવા પ્રતિબદ્ધ છે, કારણ કે, મહિન્દ્રામાં અમે માનીએ છીએ કે, જગતના સામાજિક-આર્થિક નકશા પર રાષ્ટ્રની ઉન્નતિને સુદૃઢ બનાવવા માટે કૃષિ-સમૃદ્ધિ મુખ્ય છે.

ધ મહિન્દ્રા સમૃદ્ધિ ઇન્ડિયા એગ્રી એવૉર્ડ્સ (એમએસઆઈએએ) મહિન્દ્રા સમૃદ્ધિના નેજા હેઠળ સ્થાપવામાં આવ્યું છે. ત્યારથી લઈને અત્યાર સુધી, એમએસઆઈએએનાં ત્રણ સંસ્કરણો (2011થી 2913) સુધી થઈ ચૂક્યાં છે.

આ પુરસ્કાર, કૃષિ ક્ષેત્રે વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા ઉદ્દેશ્યપૂર્ણ યોગદાનને માન્યતા પ્રદાન કરવાનો એક મંચ છે. વ્યાપક સામુદાયિક લાભ માટે કૃષિ ક્ષેત્રમાં સર્વોત્તમ પ્રથાઓની વહેંચણી માટે આ એક મંચ છે.

આ પુરસ્કાર એવી વ્યક્તિઓ અને સંસ્થાઓને માન્યતા પ્રદાન કરે છે, જેમણે કોઈપણ સીમાઓનો સ્વીકાર કર્યા વિના, નવી જ રીતે વિચારતાં સામાન્ય સ્તરોએથી ઉપર ઊઠ્યા છે.