પ્રેરણા, ખેતીવાડીમાં ભારતીય મહિલાઓને અવલંબન આપવા તથા સમર્થ બનાવવાની પહેલ છે. ઘણી વાર મહિલાઓ કૃષિનો અદૃશ્ય હોય છે એ સૂઝ પર પ્રેરણા આધારિત છે. ભારતમાં ખેતીવાડી ક્ષેત્રે 100 મિલિયનથી વધારે મહિલાઓ કાર્યરત છે, જેમાંથી અનેક સ્ત્રીઓ, મહિલાઓ માટે ઉપયુક્ત ન હોય તેવાં સાધનો અને ઉપકરણો સાથે, ખેતરમાં લાંબા સમય માટે મુશ્કેલ તથા કમર દુખી જાય તેવાં કામોમાં જોતરાયેલી હોય છે. આવા પડકારો હોવા છતાં, તેમને પુરુષોની સરખામણીમાં ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે છે.
પ્રેરણા અંતર્ગત પ્રથમ પ્રોજેક્ટ મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વીમેન ઇન એગ્રિકલ્ચર (સીઆઈડબ્લ્યુએ), ભારત સરકારના એક વિભાગ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીઆરએ), તથા એનજીઓ - પ્રદાન (પ્રોફેશનલ એસિસ્ટન્સ ફૉર ડેવલપમેન્ટ એક્શન) વચ્ચે સહયોગ છે, જે ઉત્તમપણે અભિકલ્પિત લક્ષિત ઉપાયો દ્વારા મહિલાઓ માટે સુગમ, કાર્યસાધક તથા કૃષક મહિલાઓની કાર્યસાધકતા અને અર્ગોનોમિક (કર્મચારી પરિસ્થિતિ વિજ્ઞાન) અનુરૂપ કૃષિ સાધનો અને ઉપકરણોને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ પ્રોજેક્ટ કૃષક મહિલાઓની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવાનું લક્ષ્ય ધરાવે છે, જે બદલામાં કૃષિ ક્ષેત્રમાં સ્થાયી વિકાસ ભણી લઈ જશે. 30થી વધુ ગામોમાં 1500થી વધુ પરિવારોની જિંદગીઓને સકારાત્મકપણે પ્રભાવિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટનો પ્રારંભ શરૂઆતમાં ઓડિશા રાજ્યથી કરવામાં આવશે.
આ પ્રોજેક્ટના પ્રારંભ ઉપરાંત, મહિન્દ્રાએ જનસમુદાય પાસેથી વિચારો આવકારવા માટે એક સ્પર્ધા પણ આયોજિત કરી છે, જે સર્વસાધારણ જનસમુદાય પાસેથી કૃષિમાં મહિલાઓનાં જીવનને સુધારવા માટેના ઉપાયો પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે. સ્પર્ધાના વિજેતાને પ્રતિષ્ઠિત મહિન્દ્રા સમૃદ્ધિ પુરસ્કાર સમારંભમાં નિમંત્રિત કરવામાં આવશે, જે એક કૃષિ ક્ષેત્રમાં નવીનીકરણો તથા યોગદાનોને માન્યતા આપવા માટે આયોજિત કરવા માટેનો વાર્ષિક પ્રસંગ છે. www.prerna-bymahindra.com સ્પર્ધા પૃષ્ઠની લિન્ક છે.
કૃષિ ઉત્પાદકતા વધારવા માટે તેમના જ્ઞાનમાં ઊમેરો તથા ક્ષમતા વધારવી.
પુરુષો તથા સ્ત્રીઓ, બન્ને, સમાનપણે ઉપયોગમાં લઈ શકે તેવાં ઉપકરણો તૈયાર કરીને તેમનું ગધ્ધાવૈતરું ઓછું કરવું.
આવકના સ્રોતો પેદા અને તેમને સ્વતંત્ર બનાવવી.
તેમની સામાજિક સ્થિતિ અને સન્માનમાં સુધારો કરવો.
100 મિલિયન મહિલા કૃષકો છે, જેમાંથી કેટલીય સ્ત્રીઓ લાંબા સમય માટે થકવી દે તેવી કમરતોડ મહેનત કરતી હોય છે. ઘણી વાર એ ઓજારો અને ઉપકરણો સ્ત્રીઓ માટે અનુકૂળ હોતાં નથી. ઓક્ટોબર 2017થી, અનુક્રમે લામતાપુત, કોરાપુટ, જિલ્લા તથા જશીપુર, મયૂરભંજ જિલ્લાઓનાં 40+ ગામોમાં 2000થી વધુ મહિલાઓની જિંદગીઓને પ્રભાવિત કરતી સુરચિત તથા લક્ષિત કાર્યરચના મારફત, પુરુષો તથા મહિલાઓ, બન્ને વાપરી શકે તેવાં કાર્યકુશળ અને અર્ગોનોમિક કૃષિ ઓજારો અને ઉપકરણોના ઉપયોગને પ્રોત્સાહિત કરીને પ્રેરણા આ સમસ્યાઓનો સમસ્યાઓનો ઉકેલ શોધવા પ્રયાસશીલ છે.
આ આદર્શ પહેલમાં, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર વીમેન ઇન એગ્રિકલ્ચર (સીઆઈડબ્લ્યુએ), ભારત સરકારના વિભાગ - ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર) તથા એનજીઓ પ્રધાન (પ્રોફેશનલ ઍસિસ્ટન્સ ફૉર ડેવલપમેન્ટ ઍક્શન) તરફથી અમને સહયોગ મળ્યો છે.
નવેંબર 2018માં, પ્રેરણાની પહેલ ત્રણ રાજ્યો - મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 60 ગામોમાં શરૂ કરવામાં આવી હતી અને તેનો હેતુ 6000થી વધારે મહિલા કૃષકો સુધી પહોંચવા તથા ખેતીમાં પરિવર્તનકર્તા તરીકે 600 ચૅમ્પિયન મહિલાઓનું સશક્તિકરણ કરવું. આ પહેલ પ્રકલ્પ મારફત, અન્ય ખેડૂતો સાથે, સુધારિત કૃષિ પદ્ધતિઓ વિકસાવવા તેમની ક્ષમતાઓ વિકસાવવા, કૃષિ યાંત્રિકીકરણ તથા સમાન પ્રશિક્ષણ પ્રસ્તુત કરવા મહિલા કૃષકોની સાથે મળીને ઘનિષ્ઠતાપૂર્વક કામ કરવામાં આવશે. બીએઆઈએફ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સસ્ટૅનેબલ લાઇવલિહૂડ્સ ઍન્ડ ડેવલપમેન્ટની સહભાગીતામાં આ પ્રકલ્પ લાગુ કરવામાં આવશે.