ભવિષ્યની વાવણી કરો

એપિસોડ3

હોર્ટિકલ્ચર

"ભવિષ્યની વાવણી કરો"નો તૃતીય વૃત્તાંત, બાગવાની પર કેન્દ્રિત છે કારણ એ સંપૂર્ણ કૃષિ ઉત્પાદનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બને છે અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરે છે. આ વૃત્તાન્ત, બાગવાનીના વિજ્ઞાન અંગેની વાત હોય ત્યારે ભારતમાં મુખ્ય નામોમાં અગત્યનું સ્થાન ધરાવતા ડૉ. રાજેન્દ્ર દેશમુખ પર કેન્દ્રિત છે. ઇઝરાયલમાં શિક્ષણ, પૅટન્ટેડ ટેક્નોલૉજી, 500+ એકરની બાગાયતી ખેતી તથા અનેક રાષ્ટ્રીય પુરસ્કારોની નવાજેશ સાથે એમણે 35 વર્ષનો અનુભવ પ્રાપ્ત કર્યો છે. આ વૃત્તાંતમાં, ખેડૂતો કઈ રીતે બાગવાની શરૂ કરી શકે ત્યાંથી લઈને ભારતમાં બાગવાનીના કયા પાક શ્રેષ્ઠપણે ઉપયુક્ત છે તેના પર ડૉ. દેશમુખ પ્રકાશ ફેંકે છે.

એપિસોડ 2

વૉટરશેડ મૅનેજમેન્ટ

"ભવિષ્યની વાવણી કરો"નો દ્વિતીય વૃત્તાંત, કૃષિના આમૂલ વ્યવસ્થાપનના અત્યંત મહત્ત્વપૂર્ણ તથા અધિક ચર્ચાસ્પદ વિષય પર કેન્દ્રિત છે. આ વૃત્તાન્ત, જળ, વર્ષાજળ તથા ઘન કચરા વ્યવસ્થાપનના ક્ષેત્રમાં નિષ્ણાત ડૉ. ગોખલેને પ્રસ્તુત કરે છે. ડૉ. ગોખલેએ ગ્રામ્ય વિસ્તારોમાં વિભિન્ન ક્ષેત્રોમાં વ્યાપકપણે કામ કર્યું છે અને જળ સંરક્ષણ માટે નવીન ઉપાયો લાગુ કર્યા છે.

આ વૃત્તાંતમાં, ડૉ. ગોખલે આમૂલ વ્યવસ્થાપનની સંકલ્પના સમજાવે છે અને ટકાઉ ખેતી માટે જળ સંરક્ષણ માટે ખેડૂતો અમલમાં મૂકી શકે તેવા સરળ, વ્યાવહારિક ઉપાયો પર પ્રકાશ ફેંકે છે.

સીરિઝ 1

ઓર્ગેનિક ફાર્મિંગ

આ શ્રૃંખલામાં પહેલી સીરિઝમાં, શ્રી સુનીત સાળવીની કથા મારફત ભારતીય સંદર્ભમાં ઓર્ગેનિક ફાર્મિંગની જરૂરિયાત અને અગત્યતા ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. શ્રી સાળવી એક સફળ કોર્પોરૅટ વ્યાવસાયિક છે, જેઓ એક ઓર્ગેનિક ખેડૂત બનીને તેમની ઓર્ગેનિક ખેતી પદ્ધતિઓમાં નવપરિવર્તનો આણી રહ્યા છે અને ભારતને સહાયરૂપ બની રહ્યા છે #સ્થિરતાના ભવિષ્યની વાવણી કરો.

આ શ્રૃંખલામાં, શ્રી સાળવી ઓર્ગેનિક ખેતીમાં તેમની યાત્રા વર્ણવે છે અને ઓર્ગેનિક ખેતીની પ્રક્રિયાઓ તથા ખેડૂતોને તેના ફાયદાઓની તથા જૈવવિવિધતાઓ અંગે બહુમૂલ્ય જાણકારીઓ આપે છે તથા સરકાર અને કૉર્પોરેટ્સ તરફથી અવલંબન દ્વારા સંપૂર્ણ કૃષક સમાજની સ્થિરતાપૂર્વકના ભવિષ્યની વાવણી કરવામાં મદદરૂપ બની શકે છે, તે અભિવ્યક્ત કરીને સમાપન કરે છે.

વિડિઓ ગેલેરી

ફોટો ગૅલેરી