Backpack Harvester | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

બૅકપૅક હાર્વેસ્ટર

ઘઉં, ડાંગર અને અન્ય પાકોની લણણી માટે મહિન્દ્રા બૅક પૅક હાર્વેસ્ટર વર્તમાન ટ્રૅક્ટર પર માઉન્ટ થઈ શકે છે. નાના અને માર્જિનલ લૅન્ડ હોલ્ડિંગ્સ માટે આ ઉપયુક્ત છે, જે ટ્રૅક્ટરની ઉપયોગિતા વધારે છે અને તેથી સંચાલનનું કિફાયતીપણું સંતુલિત થાય છે.

 
   
 
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • મહિન્દ્રાનું બૅકપૅક હાર્વેસ્ટર ખેતીનાં કાર્યો માટે ખડતલ, મજબૂત અને ભરોસાપાત્ર છે,
  • નાનાં ખેતરો માટે ટૂંકી ટર્નિંગ ત્રિજ્યા અને નાનો કટર બાર (7 ફૂટ).

  • વિવિધ ખેતરો માટે ઉપયુક્ત તથા છેવાડાનાં ખેડૂતો માટે કામકાજની દૃષ્ટિએ કિફાયતી બને છે. (1-10 એકર જમીન).
  • બહુ ઓછા કલપૂર્જા અને સરળ મિકૅનિઝમ આને ઑપરેટર ફ્રેન્ડલી બનાવે છે અને મસીન પર ખર્ચેલાં નાણાંનું મૂલ્ય મળે છે.

  • કદમાં નાનું છે અને તેથી ટ્રૅક્ટર ઉપર સરળતાથી માઉન્ટ કરી શકાય છે.
  • ટ્રૅક્ટર કન્ટ્રોલ્સ મારફત ઑપરેટ કરવામાં આવે છે અને તેથી આમતેમ ફેરવવામાં સરળ છે. આ સાથે એ રસ્તા ઉપર સુરક્ષિત અને સરળ પરિવહન સુનિશ્ચિત કરે છે.

વિશિષ્ટતાઓ

ફસલોની લણણી માટે ઉપયુક્ત ડાંગર /ઘઉં
પ્રાઇમ મૂવર ટ્રૅક્ટર મૅક   મહિન્દ્રા
  ટ્રૅક્ટરમૉડલ   575
  ટ્રૅક્ટરવૅરાયન્ટ 1 575EBNP (TR575BICLCPSOCRP3A)
  ટ્રૅક્ટરવૅરાયન્ટ 2  
  લણણી દરમિયાન ભલામણ કરવામાં આવતી એન્જિન સ્પીડ આરપીએમ 1650
  લણણી દરમિયાન ભલામણ કરવામાં આવતું ગિયર આરપીએમ L1
કટર બાર પહોળાઈ mm (ft) 2050 (~7)
  ન્યૂનતમ કટિંગ હાઇટ mm 100
  હાઇટ ઍડ્જસ્ટમેન્ટ   600
  ડસ્ટ એક્સ્ટ્રૅશન   કટર બાર પર સક્શન ફૅન
રીલ ડ્રાઇવ ટાઇપ   ચૅઇન અને સ્પ્રોકેટ
  ફૉર અને આફ્ટ ઍડ્જસ્ટમેન્ટ   મિકૅનિકલ
  હાઇટ ઍડ્જસ્ટમેન્ટ   હાયડ્રૉલિક
થ્રેશિંગ પૅડીનો પ્રકાર   સીલિન્ડર પર થ્રેશિંગ પેગ્સ
  ઘઉંનો પ્રકાર   રાસ્પ બાર
  ડાયામીટર mm 550
  થ્રેશિંગ લંબાઈ mm 510
  સેપરૅશન લંબાઈ mm 600
  સ્પીડ રૅન્જ આરપીએમ 680
  ઍડ્જસ્ટમેન્ટ   પુલીઝના ફેરફાર દ્વારા
કૉન્કૅવ ક્લીઅરન્સ ઍડ્જસ્ટમેન્ટ મિકૅનિકલ
ઇઅર થ્રેશિંગ ટાઇપ   સીલિન્ડર પર થ્રેશિંગ પેગ્સ
  ડાયામીટર mm 185
  લંબાઈ mm 1075
  સ્પીડ રૅન્જ આરપીએમ 110
  ડ્રાઇવ ટાઇપ   ચૅઇન અને સ્પ્રોકેટ
ક્લીનિંગ સિસ્ટમ ટાઇપ   ફૉર્સ્ડ ઍર ક્લીનિંગ ફૅન
  સ્પીડ આરપીએમ 1500, 2000
  અપર ક્લીનિંગ સીવ એરિયા m2 1.13
  લૉઅર ક્લીનિંગ સીવ એરિયા m2 0.86
  ક્લીનિંગ સીવ ઍડ્જસ્ટમેન્ટ   મિકૅનિકલ
ગ્રૅન ટૅન્ક કૅપેસિટી ડાંગર કિગ્રા 500
  ઘઉં કિગ્રા 550
  ગ્રેન અનલૉડિંગ મિકૅનિઝમ સ્ટાન્ડર્ડ ગ્રૅવિટી ટાઇપ
  ગ્રેન અનલૉડિંગ મિકૅનિઝમ વૈકલ્પિક ડિસ્ચાર્જ ઑગર સહિત
ડાયમેન્શન્સ પહોળાઈ mm 2600
  લંબાઈ mm 6100
  ઊંચાઈ mm 3300
વૅઇટ ઑન્લી બૅકપૅક કટર બાર સહિત કિગ્રા 2100 કિગ્રા

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • અધિકતમ પીટીઓ 540 આરપીએમ પર મેળવી શકાતો હોવાથી ઈંધણની ઓછી ખપત થાય છે.
  • વધુ સારું એસએફસી આને વાપરવામાં કિફાયતી બનાવે છે.

  • રિવર્સ પીટીઓ ઍપ્લિકૅશન પીટીઓ શાફ્ટનું રિવર્સ રોટૅશન શક્ય બનાવે છે, જેથી ડ્રમમાં ફસાયેલો પદાર્થ સરળતાપૂર્વક બહાર ફેંકાય છે.