Duckfoot Cultivator | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

ડકફૂટ કલ્ટિવૅટર

મહિન્દ્રા ડકફૂટ કલ્ટિવૅટર એક ટ્રૅક્ટ માઉન્ટેડ પાયાપ ઉપકરણ છે, જે ખેતીની જમીન ખેડે છે. આ વિભિન્ન HP શ્રેણીનાં ટ્રૅક્ટરો માટે ભિન્ન ભિન્ન સાઇઝમાં ઉપલબ્ધ છે.

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • જ્યારે કોઈ લૉડ કે પથ્થર માર્ગમાં આવે ત્યારે ઍપ્લિટ્રૅક સ્પ્રિંગ લૉડેડ કલ્ટિવૅટરના ટાઇન્સને ઊંચકી શકે છે, જેથી સ્પ્રિંગ લૉડેડ ટિલર પથ્થર તથા મૂળિયાંઓનો અવરોધને ઊખાડી નાખે છે.
  • ભારે કન્સ્ટ્રક્શન તથા સ્પેશિયલ મટેરિઅલની ડિસ્કને લઈને ઍપ્લિટ્રૅક ડિસ્ક રિજર લાંબી આવરદા ધરાવે છે.

  • શાકભાજીની ફસલો માટે પંક્તિઓ બનાવે છે.
  • હળવા ચિઝલ પ્લાઉ તરીકે ઑપરૅટ થાય છે.

  • ફસલને હાનિ થતી નિવારવા માટે ટ્રૅકની પાછળ અને આગળની પહોળાઈ ઘટાડી શકાય છે.
  • આ ઉપકરણનો ઉપયોગ વિશેષતઃ ભારે જમીનની સ્થિતિઓમાં કરી શકાય છે.

  • આ સમય બચાવે છે અને કામમાં ચોકસાઈ આપે છે, જેથી ઑપરેટ કરવાનું સરળ અને ઍડ્જસ્ટ કરવાનું ઝડપી બને છે.

વિશિષ્ટતાઓ

  1 પંક્તિ 2 પંક્તિ 3 પંક્તિ
આર્મની સંખ્યા 1 આર્મ 2 આર્મ 3 આર્મ
લંબાઈ (mm) 510 525 825
પહોળાઈ (mm) 660 1200 1500
ઊંચાઈ (mm) 1060 1050 થી 1350 ઍડ્જસ્ટૅબલ 1050 થી 1350 ઍડ્જસ્ટૅબલ
ટાઇન (mm) 150 X 25 150 X 25 150 X 25
વજન (કિગ્રા) 65 165 250

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • હાઇ-ટેક હાયડ્રૉલિક ટેક્નોલૉજી ડક ફૂટ કલ્ટિવૅટરને ઝડપથી ઊંચકવા અને નીચું કરવામાં મદદ કરે છે.
  • ટાઇન્સ વચ્ચે અંતર ઍડ્જસ્ટ કરવાનો વિકલ્પ, મહિન્દ્રા ટ્રૅક્ટર્સને ડક ફૂટ કલ્ટિવૅટર વડે ઇન્ટર-કલ્ચર ઑપરેશન્સ માટે ઉપયુક્ત બનાવે છે.

  • કઠણ જમીન તોડવા અને ફસલનો બાકી રહેલો કચરો ભેળવવા માટે બનાવવામાં આવેલું શક્તિશાળી ટ્રૅક્ટર.