ફર્ટિલાઇઝર સ્પ્રેડર | ખેતીવાડીનાં ઓજારો | ટ્રૅક્ટર ઓજારો | મહિન્દ્રા ટ્રૅક્ટર્સ

ફર્ટિલાઇઝર સ્પ્રેડર

ખેતરમાં ખાતર ફેલાવવા માટે, મહિન્દ્રા ફર્ટિલાઇઝર સ્પ્રેડર વિશિષ્ટપણે બનાવવામાં આવ્યું છે. ભારતમાં એ ટેક્નોલૉજી પ્રથમવાર રજૂ કરવામાં આવી છે. આ મશીન થ્રી પૉઇન્ટ લિન્કૅજ માઉન્ટેડ ઓજાર ધરાવે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન દ્વારા લઈ જઈ શકાય છે.

 
   
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • એ જ સમયમાં વધુ વિસ્તાર આવરતું હોવાના કારણે કામકાજ દરમિયાન સમય, મજૂરી અને ખાતર બચાવે છે.
  • ઝડપથી ખાતર ફેલાવવાનું શક્ય બનાવે છે અને ફેલાવવાના સમયની બચત કરે છે.

  • પ્રોટેક્શન મીટરિંગ સિસ્ટમનો ઉપયોગના કારણે એકસમાન વિતરણથી સંપૂર્ણ રક્ષણ સુનિશ્ચિત થાય છે.
  • મોટા ભાગના ખેડૂતો દ્વારા પસંદ કરવામાં આવે છે, કારણ કે, આ સરળ સંચાલન મિકૅનિઝમ ધરાવે છે અને જાળવણીમાં સુગમ છે.

  • હાથેથી ખાતર ફેલાવવાનું બદલાવે છે અને ખાતર અથવા બીજની ખપત ઘટાડે છે.

વિશિષ્ટતાઓ

સાઇઝ150 L થી 500 L
વર્કિંગ પહોળાઈ8-12 m
ડિસ્કની સંખ્યા1 ડિસ્ક
ટ્રાન્સપોર્ટ પહોળાઈ:0.8 m - 1.15 m
સ્પ્રેડ પહોળાઈ (m)0.8 m થી 1.2 m
ઑપરેટિંગ આરપીએમ540
મૅચિંગ HP18.6 kW(25 HP) ઉપર
ઑપનિંગ ઍન્ડ એજિટૅટરમૅન્યૂઅલ કન્ટ્રોલૅબલ ઑપનિંગ્સ ઇનબિલ્ટ એજિટૅટર

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • વધુ સારું એસએફસી આને વાપરવામાં કિફાયતી બનાવે છે.
  • ઈંધણની ઓછી ખપત, કારણ કે, અધિકતમ પીટીઓ 540 આરપીએમ પર મેળવી શકાય છે.

  • ડ્યૂઅલ ક્લચ ફીચરના કારણે, જ્યારે ગિયર બદલવા માટે ક્લચ દબાવવામાં આવે ત્યારે, પીટીઓ ઑપરેશન અપ્રભાવિત રહે છે.