Mouldboard Plough | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

Mb પ્લાઉ

મહિન્દ્રા MB પ્લાઉ ટ્રૅક્ટર માઉન્ટેડ મશીન છે, જે બીજ વાવવા અથવા છોડવાઓ રોપવા માટે જમીનને પ્રારંભિકપણે તૈયાર કરવા માટે વાપરવામાં આવે છે. નીંદણો અને અગાઉની ફસલનો બાકી રહેલો કચરો દાટતી વખતે, તાજાં પોષકોને સપાટી પર લાવતાં, જમીનના ઉપરના થરને ફેરવવામાં મદદ કરવા, સામાન્યપણે આનો ઉપયોગ જમીનના ઊંડા ખેડાણ માટે કરવામાં આવે છે. આ જમીનમાં ઑક્સિજન પણ પૂરે છે, તેને ભેજ સારી રીતે જાળવવામાં મદદ કરે છે અને ભારે બોજો વહન કરવામાં ખડતલ છે.

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • માટીના સેન્દ્રિય પદાર્થોનાં રજકણો તથા ફળદ્રુપતા વધારે છે.
  • ઊંડા પ્રવેશને કારણે માટીની ભેજ જાળવાની ક્ષમતા સુધરે છે.

  • માટીની સંપૂર્ણ ઊથલપાથલ સુનિશ્ચિત કરે છે.
  • અનિચ્છનીય ઘાસ અને માટીમાં ઊંડેથી ઉપદ્રવી જીવાતોની ઉછરવાની જગ્યાઓ દૂર કરે છે.

  • ઈષ્ટતમ કવરૅજ માટે, કેવળ ક્રોસ શાફ્ટ માટે, હળના કાપાઓની પહોળાઈ (1") ઍડ્જસ્ટ કરી શકાય છે.
  • જમીનમાં પ્રવેશી શકવાની ઉત્કૃષ્ટ ક્ષમતા જે તમને અધિક ઊંડાઈ (12-14”) આપે છે. 3 પોઇન્ટ લિન્કૅજ તથા હાયડ્રૉલિક્સ દ્વારા ઊંડાઈ નિયંત્રિત કરી શકાય છે.

વિશિષ્ટતાઓ

  2 બોટમ MB પ્લાઉ 3 બોટમ MB પ્લાઉ
બોટમની સંખ્યા 2 3
બૉર્ડની સાઇઝ (mm) 305 305
કટની સંપૂર્ણ પહોળાઈ (mm) 610 914
(mm) 305 305
એકંદર લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ(mm) 1370 x 920 x 1030 1700 X 1140 X 1030
કુલ વજન in કિગ્રા (આશરે) 235 300
ઉપયુક્ત HP રૅન્જ 35 Above 40 Above
લૉડેબિલિટી 50 40

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • MB પ્લાઉ સાથે કામ કરવા માટે મહિન્દ્રા ટ્રૅક્ટર્સ વધુ સારો પુલિંગ પાવર પ્રસ્તુત કરે છે.
  • ઓછા આરપીએમ પર વધુ ટોર્ક (1300 આરપીએમ પર પૂરો ટોર્ક) ઉત્તમ ફ્યૂલ ઇકૉનોમી આપે છે.

  • મહિન્દ્રા ટ્રૅક્ટર એન્જિનો ભરોસાપાત્ર છે અને ઓછું મૅન્ટેનન્સ માગે છે, જેથી MB પ્લાઉ સાથે કામ કરવા શ્રેષ્ઠપણે ઉપયુક્ત છે.