ટ્રૅક્ટર શ્રેડર | ખેતીવાડીનાં ઓજારો | ખેતરનાં ઓજારો | મહિન્દ્રા ટ્રૅક્ટર્સ

શ્રેડર

મહિન્દ્રા શ્રેડર, ખેતરના એક અગત્યના કામ, ખેતરમાંના પાકના શેષ હિસ્સાને હૅન્ડલ કરે છે, શ્રેડર પાકના શેષ હિસ્સાને કાપે છે અને માટી સાથે ભેળવી દે છે, જે આગામી ફસલ માટે કુદરતી કોમ્પોસ્ટ બને છે.

 
   
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • આગામી લણણીની મોસમ માટે કાર્યક્ષમપણે અને અસરકારક રીતે ખેતરને સાફ કરવામાં મદદ કરે છે.
  • થ્રી પોઇન્ટ લિન્કૅજ માઉન્ટેડ ઇમ્પ્લીમેન્ટ અને રોટાવૅટરની માફક એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકાય છે.

  • પરાળને બારીક ટૂકડાઓમાં કાપી શકાય છે, જેથી પશુઓના ચારા માટે વાપરી શકાય છે. પશુ માલિકોને પરાળ વેચવાથી પમ વધારાની આવક પેદા કરી શકાય છે.
  • હાઇ આરપીએમ સ્પીડ પર ક્વૉલિટી શ્રેડિંગ.

  • મહિન્દ્રા શ્રેડર માટીની સપાટી પર કામ કરે છે, તેથી માટીને હાનિ પહોંચાડતું નથી.
  • ટ્રૅક્ટર સાથે ઑફસેટ ઉપરાંત સેન્ટર માઉન્ટેડ તરીકે વાપરી શકાય છે.

  • શેરડી, કપાસ, ડાંગર, ઘઉંની ફસલના શેષ કચરાના પ્રબંધન માટે વિશેષપણે બનાવાયેલું.

વિશિષ્ટતાઓ

 શ્રેડર 160
આવશ્યક ટ્રૅક્ટર Hp 35 થી 40
વર્કિંગ પહોળાઈ (cm)160
કુલ પહોળાઈ (cm)175
બ્લૅડ્સની સંખ્યા22
કિ.ગ્રા.માં વજન (આશરે)275
ટ્રૅક્ટર પીટીઓ આરપીએમ540

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • ટ્રૅક્ટર સાથે આસાનીથી જોડી શકાય છે.
  • ખેતરને સારી રીતે આવરી શકાય છે.

  • ડ્યૂઅલ ક્લચ ફીચરના કારણે, જ્યારે ગિયર બદલવા માટે ક્લચ દબાવવામાં આવે ત્યારે, પીટીઓ ઑપરેશન અપ્રભાવિત રહે છે.