Sub Soiler | Agricultural Implements | Tractor Attachments | Mahindra Tractors

સબ સ્પોઇલર

મહિન્દ્રા ઍપ્લિટ્રૅકનું સબસોઇલર, પ્રાઇમરી ટ્રૅક્ટર માઉન્ટેડ ઈમ્પ્લીમેન્ટ છે, જે માટીને અધિકતમ ઊંડાઈએથી ઢીલી કરવા અને ભાંગવા માટે વાપરવામાં આવે છે. મોટા ભાગના ટ્રૅક્ટર માઉન્ટેડ કલ્ટિવૅશન જમીનની સપાટીનેતોડશે અને (6-8") સુધીની ઊંડાઈએથી ફેરવશે, જ્યારે સબસોઇલર માટીને તોડશે અને એ ઊંડાઈઓથી બમણા ઊંડેથી માટી ઢીલી કરશે. મહિન્દ્રા સબસોઇલર 3થી 5 કિ.મી.ની ગતિએ કામ કરે છે. જ્યાં માટીના ગઠ્ઠાઓ થવાની સમસ્યા હોય ત્યાં, સબસોઇલર બધી ફસલોની વૃદ્ધિ સુધારવામાં મદદ કરે છે. કૃષિમાં, ઍન્ગલ્ડ વિંગ સામાન્યપણે ઊંચકવા તથા કઠણ પડને ભાંગવા માટે વાપરવામાં આવે છે, જે માટી કઠણ થવાને કારણે બને છે. આની રચના ઊંડું ખેડાણ શક્ય બનાવે છે, જે અન્ય કોઈ ઉપકરણ કરતાં, માટીને અધિક ઊંડે સુધી નરમ બનાવવામાં મદદ કરે છે.

 
   
 
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • વધુ સારી ઉપજ માટે નીચેની માટીને ઉપર સપાટી પર લાવવા માટે બધાં હળમાં અધિકતમ ઊંડાઈ (18-24") આપે છે.
  • અનિચ્છનીય ઘાસ અને માટીમાં ઊંડેથી ઉપદ્રવી જીવાતોની ઉછરવાની જગ્યાઓ દૂર કરે છે.

  • સબસૉઇલરના ઊંડા ખેડને કારણે જમીનની ભેજ જાળવવાની ક્ષમતા વધે છે. બંજર જમીન ઉપર ખેતી માટે પહેલા ઍપ્લિકૅશન માટે ઉપયોગમાં લઈ શકાય છે.
  • જ્યારે મહિન્દ્રા ટ્રૅક્ટરો સાથે વાપરવામાં આવે ત્યારે અત્યંત ભરોસાપાત્ર છે, એન્જિનની જાળવણી ઘટાડે છે અને ઈંધણ તથા સમયની બચત કરે છે.

વિશિષ્ટતાઓ

  1 પંક્તિ 2 પંક્તિ 3 પંક્તિ
આર્મની સંખ્યા 1 આર્મ 2 આર્મ 3 આર્મ
લંબાઈ (mm) 510 525 825
પહોળાઈ (mm) 660 1200 1500
ઊંચાઈ (mm) 1060 1050 થી 1350 ઍડ્જસ્ટૅબલ 1050 થી 1350 ઍડ્જસ્ટૅબલ
ટાઇન (mm) 150 X 25 150 X 25 150 X 25
વજન (કિગ્રા) 65 165 250

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • સબ સૉઇલર સાથે કામ કરવા માટે મહિન્દ્રા ટ્રૅક્ટર્સ વધુ સારો પુલિંગ પાવર પ્રસ્તુત કરે છે.
  • ઓછા આરપીએમ પર વધુ ટોર્ક (1300 આરપીએમ પર પૂરો ટોર્ક) ઉત્તમ ફ્યૂલ ઇકૉનોમી આપે છે.

  • મહિન્દ્રા ટ્રૅક્ટર એન્જિનો ભરોસાપાત્ર છે અને ઓછું મૅન્ટેનન્સ માગે છે, જેથી સબ સૉઇલર સાથે કામ કરવા શ્રેષ્ઠપણે ઉપયુક્ત છે.