મહિન્દ્રા 295 ડીઆઈ

મહિન્દ્રા 295 DI સુપર ટર્બો - ક્રાંતિકારી સુપર ટર્બો એન્જિન સાથે તેની સમકક્ષનાં ટ્રૅક્ટરોમાં આ ખરેખર અગ્રણી છે. સર્વ પ્રકારનાં ખેતીવાડીનાં કામો કરવાં અને રોટાવૅટર, કલ્ટિવૅટર, હળ, વગેરે જેવાં ભારેખમ સાધનો સંચાલિત કરવાની ઉપયુક્તતા ધરાવતું આ ટ્રૅક્ટર અદ્વિતીયપણે શક્તિશાળી છે. ટર્બો એન્જિન પમ્પ 142 એનએમ ટોર્ક (ખેંચાણશક્તિ) ધરાવે છે, જે તેને તેના વર્ગમાં શ્રેષ્ઠતા બક્ષે છે. સરળ અને સુગમ ગિઅર શિફ્ટિંગ માટે પાર્શિઅલ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન, ચોક્કસપણે બ્રેક લગાવવા માટે મલ્ટિ ડિસ્ક ઑઇલ ઇમર્સ્ડ બ્રેક્સ, ડ્યૂઅલ ક્લચ, ડ્યૂઅલ એક્ટિંગ પાવર સ્ટીઅરિંગ, 1200 કિ.ગ્રા.ની અત્યાધુનિક હાઇડ્રૉલિક લિફ્ટ ક્ષમતા તથા 13.6 x 28 મોટાં ટાયરો આ ટ્રૅક્ટરને તેની કક્ષામાં ખેતીવાડી કાર્યક્ષમતા માટે શ્રેષ્ઠતમ બનાવે છે.

ડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:

 
   
 
 

અમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો

ટોલ ફ્રી નંબર: 1800 425 65 76

વિશેષતા

અત્યાધુનિક એન્જિન

અત્યાધુનિક 1900 આરપીએમ એન્જિન, જે
વિશિષ્ટ કેએ ટેક્નોલૉજી સહિત આદર્શ પાવર અને એન્જિનની લાંબી આવરદા પ્રસ્તુત કરે છે.

સહજ ટ્રાન્સમિશન

સરળ અને સહજ ગિયર શિફ્ટિંગ સંચાલન કરી શકાય છે, તે રીતે ગિયર બૉક્સની લાંબી આવરદા તથા ડ્રાઇવરને ઓછો થાક લાગવાનું સુનિશ્ચિત કરી શકાય છે.

1500 કિગ્રા લિફ્ટ ક્ષમતા સાથે અત્યાધુનિક હાઇ-ટેક હાયડ્રૉલિક્સ (ચૂનંદા પ્રકારો માટે)

રોટાવૅટર વગેરે જેવાં આધુનિક ઉપકરણોના વિશેષતઃ અત્યંત સરળ ઉપયોગ માટે અત્યાધુનિક અને ઉચ્ચ ચોકસાઈ ધરાવતાં હાયડ્રૉલિક્સ.

અર્ગોનોમિકલી ડિઝાઇન્ડ ટ્રૅક્ટર

આરામદાયક બેઠક, સુગમતાપૂર્વક પહોંચાય તેવા લીવર્સ, વધુ સારી રીતે જોઈ શકાય તેવી એલસીડી ક્લસ્ટર પૅનલ તથા મોટા ઘેરાવાના સ્ટીઅરિંગ વ્હીલ દ્વારા લાંબો સમય કામ કરી શકાય તે રીતે બનાવાયેલું.

મલ્ટિ-ડિસ્ક ઑઇલ ઇમર્સ્ડ બ્રેક્સ

આદર્શ બ્રેકિંગ કામગીરી અને લાંબી બ્રેક આવરદા, જેથી ઓછી જાળવણી તથા અધિક ઉચ્ચ કાર્યક્ષમતા સુનિશ્ચિત થાય છે.

ડ્યૂઅલ-એક્ટિંગ પાવર સ્ટીઅરિંગ

સરળ અને સુસંગતપણે વાળી શકવાને કારણે ખેતીકામમાં ટ્રૅક્ટરનું ઉત્તમ બૅલેન્સ જળવાઈ રહે છે.

વધુ મોટાં 13.6 X 28 ટાયરો

આરામદાયક કામગીરી અને ચોકસાઈપૂર્વકનું સ્ટીયરિંગ આરામદાયક કામગીરી અને લાંબો સમય કામ કરવાનું શક્ય બનાવે છે.

સાઇડ-શિફ્ટ ગિયર્સ

રોટાવૅટર વગેરે જેવાં આધુનિક ઉપકરણોના વિશેષતઃ અત્યંત સરળ ઉપયોગ માટે અત્યાધુનિક અને ઉચ્ચ ચોકસાઈ ધરાવતાં હાયડ્રૉલિક્સ.

અરજી

 • થ્રેશર
 • કલ્ટિવૅટર

 • વૉટર પમ્પ
 • હૅરો

 • જનસેટ
 • જાયરોવૅટર

 • સિંગલ ઍક્સલ ટ્રૅઇલર
 • હાફ કૅજ વ્હીલ

 • ટિપિંગ ટ્રૅઇલર
 • ફૂલ કૅજ વ્હીલ

 • પોસ્ટ હોલ ડિગર
 • સીડ ડ્રિલ

 • સ્ક્રૅપર
 • પૉટેટો પ્લાન્ટર

 • એમબી હળ
 • રિજર

 • ડિસ્ક હળ
 • પૉટેટો/ગ્રાઉન્ડનટ ડિગર

તરફથી

સિલિન્ડરની સંખ્યા 3
ક્ષમતા, સીસી 2048
એન્જિન રૅટેડ આરપીએમ 2100 r/min
ટ્રાન્સમિશન પ્રકાર પાર્શિઅલ કૉન્સન્ટટ
ગિયર્સની સંખ્યા 8 ફૉરવર્ડ + 2 રિવર્સ
બ્રેક પ્રકાર ઑઉલ બ્રેક
મુખ્ય ક્લચપ્રકાર સિંગલ ક્લચ હેવી ડ્યુટી ડાયાફ્રામપ્રકાર
લિફ્ટ ક્ષમતા હિચ પર, કિગ્રા 1200 kg
સ્ટીઅરિંગનો પ્રકાર પાવર સ્ટીઅરિંગનો
બળતણની ટાંકી ક્ષમતા, લીટર 47 l
ટાયર આકાર, ફ્રન્ટ / રિયાર 13.6 X 28

ફોટો ગેલેરી

ડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.