મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર ખાતે અમે ભારતીય ખેડુતોને મજૂરીની અછતના સંજોગોમાં કામ પાર પાડવામાં, કાર્યક્ષમતા વધારવામાં, ખેતી કામગીરીનો ખર્ચ ઘટાડવામાં અને પાકની ઉપજમાં વધારો કરવામાં મદદ કરવા માટે વિવિધ પ્રગતિશીલ ફાર્મ મશીનરી લાવવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. અમે અમારા વિશ્વ કક્ષાના સંશોધન અને વિકાસ કેન્દ્રો અને ઉત્પાદન પ્લાન્ટ પર ફાર્મ સાધનોની રચના, વિકાસ અને ઉત્પાદન કરીએ છીએ. અમારા ખેડુત મિત્રોને અદ્યતન કૃષિ તકનીકનો લાભ ઉપલબ્ધ કરાવવા માટે અમે ભારત તેમજ વિદેશના શ્રેષ્ઠ એકમો સાથે સહયોગ કરીએ છીએ. અમે બટાટાના વાવેતર, બેલીંગ (ગાંસડી બાંધવી), છંટકાવ અને ડાંગર રોપણી માટે મશિનો રજૂ કરવા માટે યુરોપના ડીવલ્ફ, તુર્કીના હિસરલર, ભારતના મિત્રા અને જાપાનના મિત્સુબીશી કૃષિ મશીનરી સાથે ભાગીદારી કરી છે.
અમારી પાસે, વિવિધ પાક અને ખેતરના કદને અનુરૂપ જમીનની તૈયારીથી લઇને લણણી પછીની કામગીરી માટે વિશાળ શ્રેણીના ટ્રેક્ટર ઓજારો અને સ્વચાલિત ફાર્મ મશીનરી છે. અમારા ઉત્પાદનોની રચના ખેડૂતને તેની કામગીરીમાં સરળતા અને શ્રેષ્ઠતા આપવા માટે કરાયેલ છે.
મહિન્દ્રાના સાધનો અને સ્વચાલિત ફાર્મ મશીનરી માટેના તેના ચેનલ ભાગીદારોનું વિશાળ નેટવર્ક, સારી તાલીમબદ્ધ, સંપૂર્ણ સજ્જ અને પ્રતિભાવ આપતી સેવા ટીમ દ્વારા કૃષિ મૌસમ દરમિયાન પૂરજાઓ અને સમયસર સેવાની સરળ ઉપલબ્ધતાની ખાતરી આપે છે.
on our dealer network. (Direct reader to the Contact Us section.) અમે, ચેનલ ભાગીદારોના દેશવ્યાપી નેટવર્ક દ્વારા ટ્રેક્ટર ઉપકરણો અને સ્વચાલિત ફાર્મ મશીનરીની વેચાણ અને વેચાણ પછીની સેવા ઉપલબ્ધ કરાવીએ છીએ. અમારા ડીલર નેટવર્કની માહિતી માટે અમારો સંપર્ક કરો.
ટ્રેક્ટર સાધનો અને સ્વચાલિત ફાર્મ મશીનરીના 80% જેટલા એકલ ધિરાણ માટે ઘણા અગ્રણી ફાઇનાન્સરો સાથે અમારું જોડાણ છે. વધુ માહિતી માટે તમારા નજીકના મહિન્દ્રા ટ્રેક્ટર ડીલરનો અથવા અમારો સંપર્ક કરો.