ડિજિસેન્સ 4G, ખેડૂતની ત્રીજી આંખ.

પ્રસ્તુત કરે છીએ ડિજિસેન્સ - એક સ્માર્ટ ટેક્નોલૉજી સોલ્યૂશન, જે મહિન્દ્રા ટ્રૅક્ટરના માલિકોને તેમના ટ્રૅક્ટર પર એક સ્માર્ટફોનના સ્પર્શ દ્વારા 24x7 નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. કોઈપણ સમયે, ગમે ત્યાં, તેમના ટ્રૅક્ટરની ભાળ રાખવામાં, ઍલર્ટ્સ પ્રાપ્ત કરવામાં તથા તેની તંદુરસ્તી પર દેખરેખ રાખવામાં એ સક્ષમતા આપીને તેમની ઉત્પાદકતા તથા નફાકારકતા સુધારવામાં મદદ કરે છે. ખરા અર્થમાં ડિજિસેન્સ, પ્રગતિ માટે ટેક્નોલૉજી ડિઝાઇન કરવાની મહિન્દ્રાની પ્રતિબદ્ધતાનો સચોટ પુરાવો છે.

લાક્ષણિકતાઓ

આપનું ટ્રૅક્ટર
ટ્રૅક કરો

લાઇવ ટ્રૅકિંગ

લાઇવ ટ્રૅકિંગ વિશિષ્ટતા કોઈને પણ વ્યક્તિને નકશા પર તેના વાહનની નિશ્ચિત સ્થાન જાણવામાં મદદ કરે છે.

જીઓ ફેન્સ ક્રીઍશન અને મૅપિંગ વા

નક્કી કરેલા વિસ્તાર અંતર્ગત ટ્રૅક્ટરને ટ્રૅક કરવા તથા તેની સીમાઓ નિર્ધારિત કરવામાં આ વિશિષ્ટતા મદદ કરે છે, અને જ્યારે ટ્રૅક્ટર એ સીમાઓ ઉલ્લંઘે ત્યારે ઍલર્ટ્સ મોકલાવે છે.

હનની સ્થિતિ

ટ્રૅક્ટરની સ્થિતિની અદ્યતન ભાળ મેળવતા રહો - કોઈપણ સમયે એ નવરાશમાં છે કે ચાલુ છે.

ઉછેર કામગીરી
અને ઉત્પાદકતા

હવામાન

3 દિવસ સુધી હવામાન અપડેટ્સ મેળવો જે તમારા ટ્રેક્ટર સ્થાનના આધારે પ્રદર્શિત થશે.

ડીઝલનો વપરાશ

આ સુવિધા ટાંકીમાં ડીઝલનું સ્તર, નજીકના બળતણ પંપનું અંતર સૂચવે છે, અને તે ગ્રાહકના વર્તમાન સ્થાન અને ટ્રેક્ટર વચ્ચેનું અંતર પણ દર્શાવે છે.

ટ્રેક્ટર વપરાશ

અહીં બતાવેલ ડેટાને બે ક્ષેત્રમાં વર્ગીકૃત કરવામાં આવી છે - ફીલ્ડ વર્ક અને ઓન રોડ. ક્ષેત્રના કાર્યને ક્ષેત્રના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે, જ્યારે સફર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને માર્ગ / ઓન રોડની ગણતરી કરવામાં આવે છે. બંને ક્ષેત્ર કવરેજ અને ટ્રિપ કેલ્ક્યુલેટર માટે - મહત્તમ 3 મહિનાનો ડેટા ઉપલબ્ધ રહેશે. ચાલો આને વધુ સારી રીતે સમજીએ:
• Calc એરિયા કેલ્ક્યુલેટર: વપરાશકર્તાને એકરમાં કરવામાં આવેલા ફીલ્ડ વર્ક પર કસ્ટમાઇઝ્ડ રિપોર્ટ્સ મળશે. વપરાશકર્તાઓ ચોક્કસ પ્લોટ પસંદ કરી શકે છે. કાર્યની અવધિ અને સરેરાશ આરપીએમ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવશે.
• ટ્રીપ કેલ્ક્યુલેટર: રસ્તાના કામની ગણતરી કિલોમીટરમાં કરવામાં આવે છે. વપરાશકર્તાઓ કસ્ટમાઇઝ્ડ રિપોર્ટ્સ મેળવવા માટે અવધિ તરીકે દિવસ અથવા મહિનાની પસંદગી કરી શકે છે. ટ્રિપ ડેટા પણ વિશિષ્ટ ટ્રિપ અનુસાર અલગ કરવામાં આવે છે..

દૈનિક/ સંચિત એન્જિન
રનિંગ કલાક

દૈનિક પીટીઓ રનિંગ કલાકો

પીટીઓ રનિંગ કલાકો અંગે દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક ધોરણે ડૅટા મેળવો.

વેહિકલ સ્પીડ

વેહિકલ સ્પીડ લાક્ષણિકતા ટ્રૅક્ટરની ગતિની દેખરેખ રાખે છે. આ ઍપ્લિકેશન સરેરાશ ગતિની અને એ રીતે, મિલ સુધી પહોંચવાના સમયની ગણતરી કરવામાં મદદ કરે છે.

પર્સનલાઇઝઍશન અને
કન્ફિગ્યુરેશન

વાહનની પસંદગી

તેમના દ્વારા સૂચિબદ્ધ કરેલા સંખ્યાબંધ ટ્રૅક્ટરોમાંથી ગ્રાહકો તેમની પસંદગી કરી શકે છે. પસંદ કરેલું વાહન સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. આ વિશિષ્ટતા ખેડૂતના ઉપયોગ માટે ઉપલબ્ધ ટ્રૅક્ટરોની સંખ્યાની માહીતી આપે છે અને તેના ઉપયોગની સ્થિતિ વિશે જણાવે છે.

હૅમ્બર્ગર મેનૂ

આ વિભાગ આપને સંખ્યાબંધ પર્સનલાઇઝૅશન કાર્યો કરવા ક્ષમતા આપે છે, જેમાં સામેલ છે -
માય ટ્રૅક્ટર - આ ફીચર આપના ટ્રૅક્ટરનું નામ પાડવામાં મદદપ થાય છે
નામ અને સંપર્ક
ઍલર્ટ્સ કન્ફિગ્યુરૅશન
કાર્યો માટે રિમાઇન્ડર સેટ કરવું
ભાષા પરિવર્તન
પિન નંબરમાં ફેરબદલી

મને પૂછો

આ વિશિષ્ટતા પહેલાંથી નક્કી કરેલા પ્રશ્નોના સેટ સાથે પ્રસ્તુત થાય છે. જે વપરાશકર્તાઓ સ્ક્રીનનો ઉપયોગ કરવામાં અસુવિધા અનુભવતા હો. તેમને માટે, આ ઍપ, ટ્રૅક્ટરની સ્થિતિ, ડીઝલનું લેવલ, અગત્યના ઍલર્ટ્સની સ્થિતિ, ટ્રૅક્ટરના ઉપયોગ, સર્વિસિંગની સ્થિતિ જેવા પ્રશ્નો અંગે પ્રતિસાદ આપે છે. એ સુનિશ્ર્ચિત કરવું કે, આપના વિસ્તારમાં સારું નેટવર્ક હોય, કારણ કે, આ વિશિષ્ટતા એવી સારી સ્થિતિમાં જ કામ કરે છે.

અમારો સંપર્ક કરો

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો