મહિન્દ્રા જૂથ
1945માં એક પોલાદનું ટ્રૅડિંગ કરતી એક કંપની તરીકે સ્થાપિત,અમે 1947માં ઑટોમેટિવ ઉદ્યોગમાં પદાર્પણ કર્યું અને સુવિખ્યાત વિલીસ જીપ ભારતીય રસ્તાઓ પર દોડતી થઈ. અનેક વર્ષો વિતતાં, અમારા ગ્રાહકોની માગને સારી રીતે પહોંચી વળવા અમે કેટલાય નવા વ્યાવસાયિક ઉદ્યોગોમાં વૈવિધ્યીકરણ કર્ય્. અમે અધિકારસંપન્ન કંપનીઓનું વિશિષ્ટ વ્યાવસાયિક પ્રારૂપનું અનુસરણ કરીએ છીએ, જે ઉત્કૃષ્ટ ઉદ્યમ-સંબંધિત સ્વાતંત્ર્ય અને જૂથ-વ્યાપી પારસ્પરિક શક્તિઓનો લાભ ભોગવે છે. આ સિદ્ધાંતના અનુસરણથી અમે યુએસ ડૉલર 19 અબજની વૃદ્ધિ હાંસલ કરીને જગતના ધરાતળ પર 100થી વધુ દેશોમાં 180.000 કમર્ચારીઓ સાથે બહુરાષ્ટ્રીય જૂથ તરીકે સ્થાન પામ્યા છીએ.
આજે, અમારાં કાર્ય-સંચાલનો 18 મુખ્ય ઉદ્યોગોમાં વ્યાપ્ત છે, જે પ્રત્યેક આધુનિક અર્થતંત્રનો આધાર બને છેઃ ઍરોસ્પૅસ, આફ્ટરમાર્કેટ, કૃષિ વ્યવસાય, ઑટોમેટિવ, કૉમ્પોનેન્ટ્સ, કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ્સ, કન્સલ્ટિંગ સેવાઓ, સંરક્ષણ, ઊર્જા, કૃષિ ઉપકરણો, ફાયનાન્સ તથા વીમો, ઔદ્યોગિક ઉપકરણો, ઇન્ફર્મેશન ટેક્નોલૉજી, લીશર ઍન્ડ હૉસ્પિટિલટી (વિશ્રામ અને આતિથ્ય), લોજિસ્ટક્સ, રીઅલ એસ્ટૅટ, રીટૅલ અને બે પૈડાંનાં વાહનો.
અમારી સમવાયી સંરચના પ્રત્યેક બિઝનેસને તેનો ભાવિ માર્ગ આકારવવાનો અને તે સાથે જ, સંપૂર્ણ જૂથમાં વ્યાપ્ત ક્ષમતાઓની સહક્રિયતાઓનો લાભ પામવાનું શક્ય બનાવે છે. આ રીતે, અમારા ગ્રાહકોને માટે અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠતમ પ્રસ્તુત કરવા અમારી કાર્યકુશળતાઓ અમને સક્ષમ બનાવે છે.
આજે, અમારાં કાર્ય-સંચાલનો 18 મુખ્ય ઉદ્યોગોમાં વ્યાપ્ત છેઃ