ટેક્નોલૉજી

તાંત્રિકીકરણ પ્રેરિત નવપરિવર્તનો પ્રતિ, મહિન્દ્રા રીસર્ચ વૅલી (એમઆરવી) મહિન્દ્રા જૂથની કટિબદ્ધતાનો પુરાવો ધરાવે છે. ઑટોમોબાઇલ્સ અને ટ્રૅક્ટર્સ માટે એન્જિનીઅરિંગ રીસર્ચ તથા પ્રોડક્ટ ડેવલપમેન્ટ એક જ છત્ર નીચે ઉપલબ્ધ છે. આ અત્યાધુનિક એમઆરવી સુવિધાનું ઉદ્ઘાટન ભારતના ભૂતપૂર્વ માનનીય રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. એપીજે અબ્દુલ કલામના શુભાસ્તે કરવામાં આવ્યું હતું.

આરઍન્ડડી સેન્ટરમાં અનેક પ્રકારની સગવડો છે, જેમાં, ટૂંકમાં જણાવીએ તો, વિશ્વસ્તરીય એન્જિન ડેવલપમેન્ટ સેન્ટર (ઈડીસી), એનવીએચ લૅબ, ફટિગ ટેસ્ટ લૅબ, વૈકલ્પિક ઈંધણો, યાત્રી સુરક્ષિતતા અને પૉલીમર ટેક્નોલૉજી લૅબ્સનો સમાવેશ થાય છે. નવાં ઉત્પાદનો અને નવી ટેક્નોલૉજીઓમાં ડેવલપમેન્ટ અને રીસર્ચને ટેકો આપવા માટે એમઆરવી પાસે પૂર્ણપણે સુસજ્જ પ્રોટો શૉપ્સ ઉપલબ્ધ છે અને વાહનો તથા ટ્રૅક્ટર્સની વિશ્વસનીયતા ચકાસવા માટે ટેસ્ટ ટ્રૅક્સ પણ છે.