હા, મહિન્દ્રા ટ્રૅક્ટર્સ એક ભારતીય કંપની છે અને છેલ્લાં 37 વર્ષોથી દેશની સર્વોચ્ચ ટ્રૅક્ટર ઉત્પાદક અને માર્કેટ લીડર કંપની રહી છે. ઉત્તર અમેરિકા, મેક્સિકો, બ્રાઝિલ, ટર્કી. દક્ષિણ આફ્રિકા, અને જાપાન સહિત, 40 વધુ દેશોમાં ઉપસ્થિતિ ધરાવવા સાથે, કદ અનુસાર આ વિશ્વની સૌથી વિશાળ ટ્રૅક્ટર ઉત્પાદક કંપની પણ છે.
મહિન્દ્રા ટ્રૅક્ટર્સ, ઇન્ટરનૅશનલ હાર્વેસ્ટર કંપની અને વોલ્ટાસ લિ. સાથે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાના સંયુક્ત ઔદ્યોગિક સાહસ - ધ ઇન્ટરનૅશનલ ટ્રૅક્ટર કંપની ઑફ ઇન્ડિયા (ITCI) તરીકે 1963માં શરૂ થઈ હતી. વર્ષ 1977માં ITCI સાથે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં વિલય કરવામાં આવી, અને આ રીતે ટ્રૅક્ટર ડિવિઝનનો પ્રારંભ થયો.
મહિન્દ્રા ટ્રૅક્ટર્સ, એ મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાનું ટ્રૅક્ટર ડિવિઝન તથા મહિન્દ્રા જૂથની મુખ્ય કંપની છે. ગુલામ મોહમ્મદ સાથે બે ભાઈઓ, જે. સી. મહિન્દ્રા અને કે. સી. મહિન્દ્રા મહિન્દ્રા જૂથના સંસ્થાપકો હતા.
મહિન્દ્રા ટ્રૅક્ટર્સ એર પુરસ્કાર વિજેતા ટ્રૅક્ટર ઉત્પાદક છે. વિશ્વમાં ટૉટલ ક્વૉલિટી મૅનેજમેન્ટ (TQM) માટે અપાતા સૌથી પ્રતિષ્ઠિત ડેમિંગ પુરસ્કારના અમે પ્રાપ્તિકર્તા રહ્યા છીએ. વિશ્વમાં સર્વપ્રથમ જાપાન ક્વૉલિટી મેડલ જીતનાર પણ અમે ટ્રૅક્ટર સર્વપ્રથમ ટ્રૅક્ટર ઉત્પાદક છીએ.
અમારી પાસે ટ્રૅક્ટર ખરીદતી વખતે, શ્રેષ્ઠ કિંમતે સર્વોત્તમ ગુણવત્તા માટે આપ આશ્વસ્ત રહો છો. અમે કડકપણે ચકાસણીઓ અને નિયંત્રણો હાથ ધરીએ છીએ. વિભિન્ન બ્રાન્ડ્સ અંતર્ગત અમે ટ્રૅક્ટરોની વ્યાપક શ્રેણી પ્રસ્તુત કરીએ છીએ, જે ન કેવળ ફ્યૂલ-એફિશિયન્ટ હોય, પણ એ સાથે જ, ઉત્પાદકતા વધારવા માટે આવશ્યક ટેક્નોલૉજીમાં જે અદ્યતન હોય એ જ પ્રસ્તુત કરીએ છીએ. રીપ્લૅસમેન્ટ પાર્ટ્સ હાજરમાં ઉપલબ્ધ છે, અને અમે વ્યાપક સર્વિસ નેટવર્ક પ્રસ્તુત કરીએ છીએ. વિશ્વમાં સૌથી વધુ ભરોસાપાત્ર, સર્વાધિક વેચાણ ધરાવતા ટ્રૅક્ટરના ઉત્પાદક તરીકે ઉદ્ભવિત થવામાં અમને આ સર્વ બાબતોએ સહાય કરી છે.
મહિન્દ્રા ટ્રૅક્ટર્સનું મુખ્યાલય મુંબઈમાં છે. અમારું સરનામું છે:
મહિન્દ્રા ન્ડ મહિન્દ્રા લિ.
ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર,
ફાર્મ ડિવિઝન ,
1લો માળો, મહિન્દ્રા ટાવર્સ,
આકુર્લી રોડ, કાંદિવલી (પૂર્વ),
મુંબઈ - 400101.
આપ અમારા કૅરિયર પૉર્ટલની મુલાકાત લઈ શકો છો અને વૅકેન્સી માટે ઑનલાઇન અરજી કરી શકો છો. આપનું સ્થાન અને કામના પ્રકારની પસંદગી પૂરી પાડીને આપ નોકરીની ઉપલબ્ધ ખાલી જગ્યાઓની તપાસ કરી શકો છો. જ્યારે આપને માટે ઉપયુક્ત નોકરીની સંભાવના ઊભી થાય ત્યારે જાણકારી મેળવવા માટે આપ ઍલર્ટ પણ સર્જી શકો છો.
મહિન્દ્રા ટ્રૅક્ટરો ભારતમાં રૂદ્રપુર, જયપુર, નાગપુર, ઝહીરાબાદ, અને રાજકોટ ખાતે ઉત્પાદિત કરવામાં આવે છે. અમે ચીન, ધ યુનાઇટેડ સ્ટૅટ્સ ઑફ અમેરિકા તથા ઑસ્ટ્રેલિયામાં પણ મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ્સ ધરાવીએ છીએ.
37 વર્ષો માટે, અમે ખેડૂતો સાથે નિકટતાપૂર્વક કાર્ય કર્યું છે, જેથી અમને તેમની આવશ્યકતાઓ અને આહ્વાનોને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી છે. ખેડૂતની વિભિન્ન પ્રકારની જરૂરિયાતો માટે, અને ભિન્ન ભિન્ન પ્રકારોની જમીન માટે અનુરૂપ અમે સર્વ પ્રકારનાં ટ્રૅક્ટરો પ્રસ્તુત કરીએ છીએ. અમારાં ટ્રૅક્ટરો પરવડે એ કિંમતે પાવર, ગુણવત્તા અને ભરોસાપાત્રતાપ્રસ્તુત કરે છે. મહિન્દ્રા SP પ્લસ, મહિન્દ્રા XP પ્લસ, મહિન્દ્રા જિવો, મહિન્દ્રા યુવો, અને મહિન્દ્રા અર્જુન નોવો અમારી શ્રેણીમાં અમારી શ્રેણીમાં સમાવિષ્ટ છે. મહિન્દ્રા ટ્રૅક્ટર્સની ખરીદી ખેડૂતોને તેમના વ્યાપાર-વ્યવહારો વધુ કુશળતાપૂર્વક કરવામાં, અમારાં શક્તિશાળી એન્જિન્સ, અદ્ભૂત માઇલૅજ, એસી કૅબિન, તથા kW (15 HP)થી 55.2 kW (74 HP)ની શ્રેણી પ્રાપ્ત કરવામાં સહાય કરે છે.
મહિન્દ્રા મિનિ ટ્રૅક્ટરો મુખ્યત્વે બગીચાઓ અને ફળોના બાગમાં ખેતી કરવા માટે બાગવાની (હૉર્ટિકલ્ચર ફાર્મિંગ) માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એ કૉમ્પેક્ટ સાઇઝમાં મળે છે, જે તેમને કપાસ, દ્રાક્ષ, દાળો (લેન્ટિલ્સ), દાડમ, સાકર, મગફળી, તથા અન્ય જેવી વિભિન્ન પ્રકારની ફસલો માટે આદર્શ બનાવે છે. જમીનના વિભાગીકરણ તથા ઑપરેશન પછીનાં કાર્યો માટે પણ ઉપયોગમાં લઈ શકો છો. અમારાં શ્રેષ્ઠ વેચાણ ધરાવતાં કૉમ્પેક્ટ ટ્રૅક્ટરો, મહિન્દ્રા યુવરાજ 215 NXT અને મહિન્દ્રા જિવો શ્રેણી છે.
લગભગ ચાર દાયકાઓ માટે, અમે ભારતમાં અમારા મહિન્દ્રા ટ્રૅક્ટર ડીલરો સાથે મળીને કાર્ય કર્યાં છે અને વિકાસ સાધ્યો છે. આપ અમારા ડીલરશિપ પૉર્ટલ પર મુલાકાતે પધારી શકો છો, ટ્રૅક્ટર શૉરૂમ ડીલરશિપ માટે અવેદન કરવા આપનું સ્થાન દર્શાવી શકો છો અને આવેદનપત્રક ભરી શકો છો.
મહિન્દ્રા ટ્રૅક્ટર્સ, કૃષિ ઉદ્યોગની સતત પરિવર્તનશીલ આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને વ્યાપક વિવિધતા ધરાવતાં મૉડલ્સ પ્રસ્તુત કરે છે.
SP પ્લસ: મહિન્દ્રા SP પ્લસ તેમની શ્રેણીમાં ઈંધણની અલ્પતમ ખપત સાથે અત્યંત શક્તિશાળી છે. તેના પાવરફુલ ELS DI એન્જિનના કારણે, ઉચ્ચ મૅક્સ ટૉર્ક અને ઉત્કૃષ્ટ બૅકઅપ ટૉર્કને કારણે, બધાં કૃષિ ઉપકરણોની સાથે બેજોડ કામગીરી આપે છે. મૉચલ્સમાં સામેલ છે:
XP પ્લસ: The મહિન્દ્રા XP પ્લસ રૅન્જનાં ટ્રેક્ટરો ઉચ્ચ મૅક્સ ટૉર્ક અને ઉત્કૃષ્ટ બૅકઅપ ટૉર્કને કારણે, બધાં કૃષિ ઉપકરણોની સાથે બેજોડ કામગીરી સુનિશ્ચિત થાય છે. મૉચલ્સમાં સામેલ છે:
દેશભરમાં અમે 1,400 પૉઇન્ટ્સ ધરાવીએ છીએ. ભારતમાં આપની સૌથી નજીકના મહિન્દ્રા શૉરૂમ્સ અને ભારતમાં ટ્રૅક્ટર ડીલરોને શોધવા માટે અહીં ક્લિક કરો
મહિન્દ્રા ટ્રૅક્ટ્સનો ટોલ-ફ્રી નંબર 18004256576 છે,જે કમ્યુનિકૅશન માટે 24-કલાક સંદેશાવ્યવહાર માટે ખુલ્લો રહે છે. કોઈપણ સહાયતા માટે આપ અમારો સંપર્ક આ ઈમેલ - [email protected] દ્વારા કરી શકો છો.
મહિન્દ્રા ટ્રૅક્ટર્સ 15થી લઈને 74 HP સુધીની વ્યાપક શ્રેણીનાં ટ્રૅક્ટર્સ ઉત્પાદિત કરે છે. જ્યારે આપ 20 HP સુધીનાં મહિન્દ્રા ટ્ર્રક્ટરો શોધી રહ્યા હો ત્યારે, મહિન્દ્રા યુવરાજ 215 NXT અપનાવી શકો છો. વધુ શક્તિશાળી ટ્રૅક્ટર માટે મહિન્દ્રા અર્જુન - 1 605 DI અથવા મહિન્દ્રા નોવો 755 DI ખરીદવાનું વિચારાધીન લેજો. આપની ખેતીવાડીની આવશ્યકતાઓ માટે અમે વિભિન્ન પ્રકારનાં ટ્રૅક્ટરોની હારમાળાઓ ધરાવીએ છીએ.
हां, महिंद्रा ट्रैक्टर्स पावर स्टीयरिंग विकल्प ट्रैक्टरों को चलाना आसान बनाता है। नीचे पावर स्टीयरिंग विकल्प के साथ महिंद्रा ट्रैक्टर्स की सूची दी गई है।